મોરબી ELIXIR દ્વારા તંબાકુ છોડો, પ્લાસ્ટિક છોડો અભિયાન હેઠળ મહા રેલી યોજાઈ હતી

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 25-10, મોરબી ના Medical and Paramedical Students Association *ELIXIR* દ્વારા તારીખ 24/10/2019ના રોજ સવારે 8:30 થી 10:30 મોરબી ના નવા બસ સ્ટેન્ડ થી શરુ કરીને ગાંધી ચોક,રવાપર રોડ,બાપા સિતારામ ચોક થી પરત નવા બસ સ્ટેન્ડ સુધીની એક રેલી કાઢવામા આવી .જેમા રેલી ની શરુઆત Dr ચિરાગ અઘારા દ્વારા કરવામાં આવી.
તથા ડો.જયંતીભાઈ ભાડેસીયા,ડો.વિજયભાઈ ગઢિયા ખાસ ઉપસ્થિત રહ્યા.
રેલી ના મુખ્ય મુદ્દાઓ તમાકુ છોડો અને પ્લાસ્ટિક છોડો હતા. તેમા મોરબી ના જુદા જુદા ફિલ્ડ ના ઘણા બધા ડૉક્ટરો પણ તેમાં જોડાયા હતા.
150 જેટલા મેડિકલ ના વિદ્યાર્થી ઓ કે જે ભવિષ્ય ના ડૉક્ટરો છે
તેના દ્વારા આ જાગૃતિ ની રેલી યોજી મોરબી ના યુવાનો ને પ્રેરણાંરુપ કાર્ય કરવામાં આવ્યું હતું.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો