મોરબી: 7 વર્ષથી નવરાત્રી મહોત્સવમાં નિર્ણાયક તરીકે વિનામૂલ્યે સેવા આપતા રફીકભાઇ : કોમી એકતાનું પ્રતીક

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા )  તા. 24-10, મોરબીમાં નવરાત્રી તહેવારમાં ખેલૈયાઓ  ખુબ મોજથી રમ્યા અને નવરાત્રીનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ તહેવારમાં મોરબી શહેરમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત “સંકલ્પ નવરાત્રી-2019” માં “નિર્ણાયક” તરીકે રફીકભાઇ વડાવરીયાએ વિનામૂલ્યે સેવા આપી હતી. હાલ “પ્લેટિનમ સીરામીક” માં જોબ કરતા રફીકભાઈ છેલ્લા 7 વર્ષથી કોઈપણ જગ્યાએ દાંડિયા કાર્યક્રમ હોય કે નવરાત્રી તહેવાર હોય જ્યાં પણ તેઓ જાય છે ત્યાં નિર્ણાયક તરીકે વિનામૂલ્યે સેવા આપે છે. રફીકભાઇ બાળપણથી જ દાંડિયા રમવાનો ગજબનો શોખ હતો. તેમના માતા ઝાહેદાબેન વડાવરીયા તથા પિતા ગનીભાઇ વડાવરીયાએ તેમને પૂરો સપોર્ટ કર્યો હતો જેના પરિણામે તેઓ અનેકવાર દાંડિયા કોમ્પિટિશનમાં પ્રિન્સ પણ બનતા આવ્યા છે. હાલ તેઓ નિર્ણાયક તરીકે છેલ્લા 7 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર અનેક જગ્યાએ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. રફીકભાઇએ સંકલ્પ નવરાત્રી મહોત્સવ, રાધે ક્રિષ્ના દાંડિયા કલાસ, સાર્થક વિદ્યામંદિર, રોયલ રઘુવંશી સમાજ દ્વારા આયોજિત રાસોત્સવ, રાજકોટમાં રોયલ રાધે રાસોત્સવ, માં વિશ્વંભરી નવરાત્રી મહોત્સવ જેવા અનેક પ્રોગ્રામમાં નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી વિનામૂલ્યે સેવા આપી હતી. રફીકભાઈને તેઓ જ્યાં જોબ કરે છે તે પ્લેટિનમ સિરામિક લી. ના એમડી કિશોરભાઈ રાણસરીયા તથા હિતેષભાઇ ગોધાવીયા પણ પૂરતો સપોર્ટ કરે છે. કોમી એકતાનું ઉત્તમ પ્રતીક બની ચૂકેલા રફીકભાઈને દિવ્યક્રાંતિ મીડિયા તેમની આ કોમી એકતા માટે પ્રેરણારૂપ કામગીરી બાદલ તેમને અભિનંદન પાઠવે છે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો