મોરબી: ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ નેશનલ ચેમ્પિયનમાં ફરી બાજી મારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-10,  નાંદેડ મહારાષ્ટ્ર મુકામે યોજાયેલ TAFYAS NATIONAL GAMES 2019 રાષ્ટ્રીય સ્તરની ગેમ્સ પ્રતિયોગિતાનું 11,12,13 ઓક્ટોબરના રોજ આયોજન થયેલ હતું, જેમાં 15 રાજ્યોના 1200 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું। 

અગાઉની જેમ આ સ્પર્ધામાં પણ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલે 2 રાષ્ટ્રીય ગોલ્ડ (સુવર્ણ) તથા 1 રાષ્ટ્રીય સિલ્વર પાદક મેળવીને સમગ્ર દેશમાં શાળાનું, મોરબી તથા રાજ્યનું નામ રોશન કરેલ છે. (અહેવાલ – જયદેવ બુધ્ધભટ્ટી) 

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો