મોરબી: તખ્તસિંહજી રોડના તમામ વેપારીઓ દ્વારા સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા જાત મહેનતથી ચલાવી ઝુંબેશ 

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 15-10, મોરબી શહેરના તખ્તસિંહજી રોડના તમામ વેપારીમિત્રો દ્વારા આજે રાત્રે 9:00 કલાકે એકત્રિત થઇ જાત મહેનતે આખો તખ્તસિંહજી રોડને ખૂણે ખંચોકેથી સાફ કરી રોડને ગંદકીમુક્ત કરી ખરા અર્થમાં સ્વછતા અભિયાનને સાર્થક કર્યું હતું

 

તખ્તસિંહજી રોડના વેપારી મિત્રોએ જાત મહેનતે ઝાડુ હાથમાં લઇ આખો તખ્તસિંહજી રોડને સ્વચ્છ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું