મોરબી: ગાંધી જયંતીની 150 મી વર્ષગાંઠ અને વાઈલ્ડ લાઇફ કન્ઝર્વેશન વીક 2019 અંતર્ગત યુનિક સ્કુલ દ્વારા રેલી યોજાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 11-10, ગાંધીજયંતી ની 150 મી વર્ષગાંઠ અને વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન વીક 2019 અંતર્ગત મોરબી વન વિભાગ સહયોગ થી યુનિક સ્કૂલ ગાંધીજી ગાંધીજી ના વિચારો ને ફક્ત બોલીને નહીં પરંતુ આચરણમાં મૂકીને બતાવ્યું આ વાત એક રેલી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.
રેલી નો મુખ્ય હેતુ બે હતા (1) ગાંધીજીના સ્વચ્છતા અને અહિંસાના વિચારોને લોકો સમક્ષ મૂકવા સમજાવવા અને આચરણમાં પોતાના અંદર પણ મુકવા અને
(2) આપણી બંને સંપત્તિની રક્ષા આપણા સૌની ફરજ છે એવી વાત બધાને સમજાવી
યુનિક સ્કૂલના બાળકોએ પોસ્ટર, રેલી ,સ્લોગન અને નૃત્ય દ્વારા આ વાતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો,  જેમાં કોટડીયા સાહેબ કે જેવો આસિસ્ટન્ટ ફોરેસ્ટ કન્ઝર્વેટિર તરીકે ફરજ બજાવે છે અને એમની સમગ્ર ટીમે ખડેપગે રહીને આ રેલીને એક સફળ રૂપ આપ્યું હતું, યુનિક સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત પટેલ દ્વારા વનવિભાગ અને પોલીસ વિભાગ મોરબી નો આભાર વ્યક્ત કર્યો હતો.  વધુમાં જણાવ્યું હતું કે યુનિક સ્કૂલના બાળકોએ મધુભાઈ વોરામાર્ગ _કે જે માર્ગ પર મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ નો રસ્તો છે. એસપી સાહેબની ઓફીસ, આપણું વનવિભાગ અને જીઈબી જેવી મહત્વની ઓફિસો આવી છે આ મહત્વની ઓફિસની આસપાસ વિદ્યાર્થીઓએ સ્વછતા અભિયાન ચલાવ્યું હતું

…. Advertisement…..