મોરબી: શરદપૂનમના દિવસે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રોયલ રાસોત્સવનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 12-10, મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા ગત વર્ષની જેમ આ વરસે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે ભવ્ય ‘રોયલ રાસોત્સવ’ (Dandiya With Dinner) નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 13-10, રવિવાર ને શરદપૂનમના રોજ ઉમા પાર્ટી પ્લોટ, શનાળા મોરબી (હ્યુન્ડાઇના શો-રૂમ સામે) ખાતે યોજાનાર આ રાસોત્સવમાં ખલૈયાઓને રમવા માટે લોન વાળું વિશાળ મેદાન, આકર્ષક ઇનામો, લાઇવ ઓરકેસ્ટ્રા તેમજ ડિનરનું આયોજન કરાવામાં આવેલ છે. આ રાસોત્સવના પાસ નીચેના સ્થળોઍ થી મળી શકશે.
1) પૂજારા ટેલિકોમ 2) ખુશ આઇસક્રીમ પાર્લર 3) સેલ્યુલર વર્લ્ડ 4) યોગી ઇલેક્ટ્રોનિક્સ 5) જે.પી.સેજપાલ એસોસિએટ્સ 6) સાર્થક વિદ્યા મંદિર, 7) શુભ મેચિંગ સેંટર તેમજ 8) ભોજાણી સ્ટોર.
આ સુંદર કાર્યક્રમમાં સમસ્ત રઘુવંશી સમાજને બહોળી સંખ્યામાં હાજર રહી યુવા આયોજકોનો ઉત્સાહ વધારવા RR Group દ્વારા અનુરોધ કરાવામાં આવેલ છે. જાહેરાત તથા પાસ માટે સંપર્ક : (1) 90331 92488, (2) 98255 04506 (3) 73835 51525 (4) 97276 99990.

……. ADVERTISMENT…….