મોરબી: કોલેજીયન યુવાનો દ્વારા “ફોટો વોક” ઇવેન્ટ યોજાઈ

કોલેજીયન યુવાનો દ્વારા “Silent Traffic” ગ્રુપની રચના કરી યુવાનોની પ્રતિભા નિખારવા સુંદર પ્રયાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 6-10,  કોલેજીયન યુવાનો દ્વારા એક ગ્રૂપ ની રચના કરવા માં આવી જેનું નામ Silent Traffic રાખવા માં આવ્યું, તેમજ આ ગ્રુપ નો હેતુ છે કે યુવાનો માં રહેલી નવીનતમ કાળા ને ઓળખવા નો તેમજ પ્રોફેશન ની સાથે પેશન કેવી રીતે સમનવય કરવો જોઈએ,

ફોટો વોક નો રૂટ કેસર બાગ થી ઝુલતો પુલ તેમજ તેની પાસે ની આસપાસ જગ્યા જેમાં પ્રાકૃતિક સૌંદર્ય અને મોરબીનાં વહેલી સવારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા. જેમાં ફોટોગ્રાફી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું. આ તમામ ફોટોગ્રાફી મોબાઈલ દ્વારા કરવામાં આવેલી. આ ઇવેન્ટ માં નીચે ના યુવાનો જોડાયા હતા, દુષ્યંત સનાવડા, રાજ પટેલ, ચૈતન્ય રાવલ, વૃતિક બારા, ધ્રુવ પોકર, કેવલ પટેલ, કિશાન બારૈયા, મીત વિડજા, કૃણાલ વૈષ્ણવ, અક્ષય પટેલ સહિતના યુવાનો આ “ફોટોવોક” ઇવેન્ટમાં જોડાયા હતા અને પ્રકૃતિની સુંદરતાને નિહાળી કેમેરામાં કેદ કરી હતી.

વધુ તસ્વીર માટે “સાઇલેન્ટ ટ્રાફિક” ગ્રુપની ઇન્સ્ટાગ્રામ લિંક નીચે આપેલ છે. 

https://instagram.com/silenttraffic?igshid=1sgstz258bp7m

…….advertisement ………