મોરબી-બિલિયા વચ્ચેનું નાલુ ભારે વરસાદના કારણે ધરાશાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 30-9, મોરબી પંથકમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નુકશાની થવા પામી છે ત્યારે મોરબીના મોડપર બીલીયા જવાના રોડ પર આવતું નાળું પણ તૂટી ગયું છે

 

        મોરબીના મોડપર બીલીયા રોડ પર આવેલ નાળું તૂટી ગયું છે અને અડધું નાળું તૂટી જતા રોડ પરથી પસાર થવું વાહનચાલકો માટે ભારોભાર જોખમી બની રહ્યું છે ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ ગત માસે ભારે વરસાદમાં પણ નાલાને નુકશાન થવા પામ્યું હતું અને તંત્ર દ્વારા રીપેરીંગ કર્યું હતું જોકે ફરીથી વરસાદને પગલે નાળું તૂટી ગયું છે અને અહીંથી ફૂલકી નદી પસાર થતી હોય અને નાળું તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકોને જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે અને વાહનચાલક માથે સતત જોખમ તોલાય રહ્યું છે જેથી નાળું તાકીદે રીપેર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે