મોરબી કેનાલમાં 3 બાળકો ડૂબ્યા : એકનો બચાવ : 2 નું મૃત્યુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 23-9, મોરબી,  કડિયાણા ગામ નજીક નર્મદા કેનાલમાં 3 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા છે. 3 માંથી 1 બાળકને બચાવવામાં સફળતા  મળી છે. 2 જયારે બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ નિપજયુ હોવાનું જાહેર થયું છે. 

આજે કડિયાણા ગામ નજીક નર્મદા કેનાલમાં નાહવા માટે ગયા હતા. ત્યારે આ અનિચ્છનીય ઘટના બની હતી. 3 બાળકો માંથી ફક્ત 1 બાળકને જ બચાવી .શકાયો હતો. જયારે અન્ય બે બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.