મોરબી: સેવાના ઉદેશ્યથી ભવ્ય લોકડાયરાનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-9, મોરબીમાં આજે સ્વ. હર્ષ પરમાર તથા સ્વ. મિત મેરજાની છઠ્ઠી માસિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ નિમિત્તે સેવાના ઉદેશ્યથી ભવ્ય લોકડાયરાનું તારીખ 21-9-2019 ને શનિવારના રાત્રે 9:30 કલાકે ઉમિયા સર્કલ કેનાલ ચોકડી પાસે શાક માર્કેટ સામે શનાળા રોડ મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલદીપ ગઢવી, કૌશિક ગોસ્વામી, વિષલ વરુ જેવા ગાયક લોકસાહિત્યની વાણીનું  રસપાન કરાવશે આ તકે સ્વ. મિત  અને સ્વ. હર્ષનું મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.