સરકારે લોન્ચ કરી નવી ટેક્નોલોજી : હવે ખોવાયેલા ફોન તુરંત શોધી આપશે : જાણો વિગત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-9, કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે મુંબઇમાં એક વેબ પોર્ટલની શરૂઆત કરી હતી, જે યુઝર્સને તેમના ચોરી થેયલા અથવા ખોવાયેલા મોબાઇલ ફોનને શોધવામાં મદદ કરશે. તેના માટે ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (દૂરસંચાર વિભાગ) સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેકટને ખોવાયેલા અથવા ચોરી થયેલ ફોનના તમામ મોબાઇલ નેટવર્કને બ્લોક કરવા અને તેવા ફોનની શોધખોળ કરવા શરૂ કરવામાં આવ્યો છે.

 

જ્યારે બીજી કોઈ અન્ય વ્યક્તિ તમારા મોબાઇલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે કે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડર તેને ઓળખી જશે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે BSNL, Jio, Airtel, Vodafone, Idea વગેરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે સંપર્કમાં હોય છે.

ઉલ્લેખનિય છે કે દરેક મોબાઈલની એકમાત્ર ઓળખઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટીછે. સામાન્ય રીતે સીમકાર્ડના એક અથવા બે સ્લોટ ધરાવતા હેન્ડસેટના એક અથવા બે IMEI નંબર જોવા મળતા હોય છે. જોકે IMEI નંબરને ફરીવાર પ્રોગ્રામ કરી શકાય છે. કેટલાક છેતરપીંડી આચરનારા લોકો IMEI નંબરને રીપ્રોગ્રામ પણ કરી દેતા હોય છે. જેના કારણે આજે બજારમાં એક IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલનો ઉપયોગ થઇ રહ્યો છે 

જો મોબાઈલ ખોવાઈ ગયો છે કે ચોરાઈ જાય તો તમારે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ કરવાની હોય છે. સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન(DoT)માં પણ એક ફરિયાદ કરવાની હોય છે. DoTનો હેલ્પલાઈન નંબર 14422 છે. તમે જેવી DoTમાં મોબાઈલ ફોન ચોરાયા/ખોવાઈ જવાની ફરિયાદ કરશો કે તરત વિભાગ તમારો ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ બ્લોક કરશે.