મોરબી: યુનિક સ્કૂલમાં યોજાયો લકુલેશ યોગ યુનિવર્સિટી દ્વારા યોગ જાગૃતિ કાર્યક્રમ

યુનિક સ્કૂલ, રાંદલ વિદ્યાલય તથા ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-9, લકુલેશ યોગ યુનિવર્સિટી કે જે લાઈફ મિશન ગુજરાત દ્વારા સ્પોન્સર્ડ એક સેશન યુનિક સ્કૂલ માં ગોઠવવામાં આવ્યું હતું.
જેની અંદર આચાર્ય વિદુષી માં શ્રી અરુણાબા તથા શ્રીમતી શોભના બા અને કુમારી પ્રિયંકા દ્વારા યુનિક સ્કૂલ રાંદલ વિદ્યાલય અને ભારતી વિદ્યાલયના ધોરણ ૮ થી ૧૨ ના બાળકો માટે ગોઠવવામાં આવ્યું હતું. આ સ્ટેશન અંતર્ગત બાળકોને ભારતીય સંસ્કૃતિ અને યોગ વિશે સભાનતા કેળવવા માં આવી અને ગર્વથી કહો કે અમે ભારતીય છીએ વિધાન સમજાવવામાં આવ્યું. યોગના માધ્યમથી જીવન કઈ રીતે નિયમિત બનાવાય એના વિષે સમજણ આપવામાં આવી.


અને કુમારી પ્રિયંકા દ્વારા ખૂબ સુંદર યોગમુદ્રા નું પ્રદર્શન અને યોગ નુત્ય પણ પ્રસ્તુત કરવામાં આવ્યું કે જેઓ રાષ્ટ્રીય કક્ષાના યોગના ખેલાડી અને વિજેતા પણ છે.
આપણને કોઈ ભારતીય સંસ્કૃતિ વિશે પૂછે તો શું જવાબ આપવો અને ગર્વથી કેવી રીતે પોતાની સંસ્કૃતિનું સ્વાભિમાન કેળવી અને જવાબ અપાઈ એના વિશેની સમજણ આચાર્ય વિદુષી માં દ્વારા આપવામાં આવી હતી.
ત્રણેય સ્કૂલના ત્રિવેણી સંગમ એ આ પ્રોગ્રામનો લાભ લીધો.