આકરા ટ્રાફિક નિયમનો PUC સેન્ટરો ગેરલાભ ઉઠાવતા હોવાની ફરિયાદ: નિયમ મુજબ જ ચાર્જ લેવાતો હોવાની PUC સેન્ટરના માલિકોની રજુઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-9, મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવો ટ્રાફિક નિયમ અમલ શરૂ થતાની સાથે જ લોકોમાં ઉહાપોહ મચી ગયો છે ત્યારે હેલ્મેટ અને પીયૂસી માટે લોકોની દોડધામ વધી ગઈ છે. આવા સંજોગો વચ્ચે પીયૂસી સેન્ટરો વાળાને સરકારી ધારાધોરણ અને ભાવ નિયમન કરતા વધુ ભાવ લેવાનું શરૂ કરતી ફરિયાદો શરૂ થઈ છે. મોરબીમાં પણ આ અંગે આરટીઓ અધિકારીને જાણ થતાં પીયૂસી સેન્ટર ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શનાળા રોડ પર માર્કેટિંગયાર્ડની નજીક આવેલા પીયૂસી સેન્ટરના સંચાલકો દ્વારા દ્વિચક્રી વાહનોના પીયૂસી સર્ટી કાઢી આપવા માટે 20 રૂપિયાના બદલે 40 રૂપિયા તેમજ ફોર વિહલરના પીયૂસીના 50 રૂપિયાના બદલે 100 રૂપિયા લઈ રહ્યાની ફરિયાદ આવી રહી છે.

ત્યારે PUC  સેન્ટરના માલિકો, 20 રૂપિયા PUC ના અને 20 રૂપિયા લૅમિનેશનના એમ દ્વિચક્રી વાહનો માટે 40 રૂપિયા લેવામાં આવે છે. જયારે ફોર વ્હીલ વાહનોમાં CNG અને પેટ્રોલનું અલગ અલગ PUC માટે 50 રૂપિયા લેખે 100 રૂપિયાનો ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. જે કોઈપણ રીતે નિયમ વિરુદ્ધ વધુ ચાર્જ વસુલવામાં આવતો નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો અધિકારીઓ દ્વારા ખોટી રીતે પરેશાન કરવામાં આવશે તો હળતાલ પર ઉતરવાની વાત કરી રહ્યા છે.