6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર! હવે 8.65 ટકા વ્યાજ મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-9, નોકરી કરનારાઓ માટે મોટી ખુશની સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર (Labour Minister Santosh Gangwar) મુજબ, નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ (EPF) પર 8.65 ટકા વ્યાજ મળશે. તેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધારકોને મળશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ટૂંક સમયમાં નોકરી કરનારાઓના પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા થશે. નોંધનીય છે કે, છેલ્લા 6 મહિનાથી પીએફ ખાતાના વ્યાજ દરો પર સહમતિ નહોતી સધાઈ. પહેલા નાણાકીય વર્ષ 2017-18માં વ્યાજ દર 8.55 ટકા હતો. જેનો અર્થ એવો થયો કે વ્યાજ દરોમાં 0.10 ટકાનો વધારો થયો છે.
હવે શું થશે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ઈપીએફઓ ટૂંક સમયમાં ખાતાધારકોના એકાઉન્ટરમાં વ્યાજના દરની વધારાની રકમ ટ્રાન્સફર કરશે. નોંધનીય છે કે, 8.65 ટકાનો દર સરકારની અન્ય નાની બચત સ્કીમો પર ઉપલબ્ધ વ્યાજ દરથી વધુ છે. નાની બચત સ્કીમોના રિટર્નનું બેન્ચમાર્કિંગ માર્કેટ રેટ પર થાય છે. EPFOના 6 કરોડથી વધુ સક્રિય સભ્ય છે. સંગઠન 11 લાખ કરોડ રૂપિયાથી વધુની નિવૃત્તિ બચતનું સંચાલન કરે છે.