મોરબી : સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓની જન્મદિવસની ઉજાણી “કઈ પણ કાપી ને નઈ પણ આપીને” કરવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15-9,  મહેન્દ્રનગર માં આવેલી સર્વોપરી સ્કુલ માં આજે બાળકો ના જન્મદિવસ ની ઉજવણી વૈદિક મંત્રોચ્ચાર તેમજ ઋષિ પરંપરા મુજબ યજ્ઞ દ્વારા કરવામાં આવી. જેમાં ગાય નુ ઘી,કપૂર, ગાયના છાણ, ગુગર, પવિત્ર લાકડા, હવન દ્રવ્ય જેવી આહુતિ આપીને કરવામાં આવી.
આ યજ્ઞ મા વિદ્યાર્થીઓ ના માતાપિતા ઓ એ પણ ભાગ લીધો હતો અને અમારા સ્ટાફગણ દ્વારા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ને જન્મદિવસ ની ઉજવણી કરવામાં નવી રાહ ચિંધવામાં આવી. જો બધા લોકો આવી રીતે જન્મદિવસ ની ઉજવણી કરી તો આપણી સંસ્કૃતિ પણ જળવાય રહે અને વાતાવરણ પણ સારું રહે છે . જેમકે ગાય નુ ઘી યોગ્ય હવન દ્રવ્ય સાથે આહુતિ આપવામાં આવે તો સોગણી માત્રામાં ઓકિસજન વાયુ બને છે.


જેથી આજના આ યજ્ઞ માં અમુક વાલીઓ દ્વારા ઘેર પણ પોતે પોતાના બાળકો ના જન્મદિવસ ની ઉજવણી યજ્ઞ કરી ને કરીશું એવા સંકલ્પ પણ કર્યા હતા અને સાથો સાથ મહેમાનો એ સર્વોપરી ના આ ઉમદા કાર્યક્ર્મ ના વખાણ કરતા સાહેબ શ્રી ને આવા નવા કાર્યક્રમો કરો અને બાળકો માં શિક્ષણ ની સાથે સંસ્કાર નુ પણ જતન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

……..Advertisements…….