CM રૂપાણીએ ગુજરાતીઓને ટ્રાફિક દંડમાં આપી રાહત, જાણો હવે કેટલાનો મેમો ફાટશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 10-9, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટરવ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે, રાજ્યમાં નવા નિયમોનો અમલ 16 સપ્ટેમ્બરથી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે સામાન્ય માણસની જીંદગીને વેર વિખેર કરતા ગુનાઓમાં સરકાર છૂટછાટ આપવા માંગતી નથી. સરકારે ટુ વ્હિલર ચાલકો અને કૃષિલક્ષી વાહનોને લગતા ગુનામાં છૂટછાટ આપી છે.

નવા નિયમોઃ

લાયસન્સ, વીમો, PUC, R.C. બુક હોય તો પ્રથમ વખત રૂ.500 દંડ

લાયસન્સ, વીમો, PUC, R.C. બુક હોય તો બીજી વખત રૂ.1000 દંડ

અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000 દંડ

કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000

હેલ્મેટ પહેર્યું હોય તો રૂ.500 દંડ

સીટ બેલ્ટ બાંધ્યો હોય તો રૂ. 500નો દંડ

બાઈક પર 3 સવારી રૂ.100 દંડ

ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.1500, LMV રૂ.3000 દંડ

ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.1500 દંડ

ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ. 2000, અન્યને રૂ.4000નો દંડ

લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.2000, ફોર વ્હીલરને રૂ.3000 દંડ

રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.1000, થ્રી વ્હીલર 2000

રજિસ્ટ્રેશન વગરના વાહનને ફોર વ્હીલરને 3000, અન્યને રૂ.4000 દંડ

ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત નહીં

ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે