મોરબી: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે “જયશ્રી મોમાઈ કૃપા” ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન

તા. 18-9-2019 થી કાર્યરત થશે કેમ્પ 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 10-9,  મોરબી: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે આગામી 18-09-2019 ના રોજ સેવા કેમ્પનું આયોજન “જય શ્રી મોમાઈ કૃપા” ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ પહેલા રવિરાજ ચોકડીએ રાખેલ હતો જેનું સ્થાન બદલીના આ વર્ષે લક્ષ્મીનગર સીતારામ કોમ્પ્લેક્ષ આગળ રાખેલ છે. આ કેમ્પમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ માહિતી માટે કેમ્પના આયોજક  પરમાર વિનુભાઈ નો મોં.ન. 9904731213 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.