મોરબી: ઉમા વિદ્યા સંકુલ ખાતે શિક્ષકદિનના પ્રિન્સિપાલની ચૂંટણી યોજાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 3-9, સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ હર હંમેશ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ શીખે તે હેતુથી અલગ અલગ પ્રવૃતિઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હમણાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવી રહ્યો છે તે અંતર્ગત શિક્ષકદિનમાં પ્રિન્સિપાલ બનાવવા માટે ધોરણ – 5 થી 8 અને 9 થી 12 એમ બે વિભાગમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે મોરબીના પી.એસ.આઈ. વિશાખાબેન ગોંડલીયા તથા ફાલ્ગુનભાઈ પટેલ અને તેમની ટીમે હાજરી આપી રીબીન કટિંગ કરી આ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી હતી. આ ચૂંટણીમાં મત આપવા માટે આઈકાર્ડ ફરજીયાત હતું. જે વિદ્યાર્થીઓ પાસે આઈકાર્ડ ન હોય તેમને મત દેવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. આ સાથે બોગસ મતદાનને અટકાવવા માટે આંગળી પાર સાહિનું નિશાન પણ કરવામાં આવ્યું હતું.

આ તમામ નિયમોની વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ સાથે આ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં ચૂંટણી પંચ તરીકે મોરબી યુવા ભાજપના નેતાઓએ કામગીરી કરી હતી. જેમાં રાકેશભાઈ કાવર, આનંદભાઈ પટેલ સહિતના યુવા નેતાઓએ આ ઉમા પ્રિન્સિપાલ ચૂંટણીમાં હાજરી આપી હતી. આ સાથે મોરબી બી.ડિવિઝન પોલીસસ્ટેશનના જવાનોએ પણ ખળેપગે પોતાની ડ્યુટી નિભાવી હતી. આ સમગ્ર ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નેતાઓ, તથા શિક્ષકગણનો ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે..