મોરબી: સતત 21માં વર્ષે “શ્રી અંબિકા પદયાત્રા સંઘ” અંબાજી જવા રવાના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 3-9, શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબી દ્વારા વર્ષ ૧૯૯૯ થી દર વર્ષે મોરબીથી અંબાજી સુધીની ૩૪૫ કિલોમીટર સુધીની પદયાત્રા યોજાય છે જે પદયાત્રા આજે વાજતે ગાજતે મોરબીથી પ્રસ્થાન કર્યું હતું પદયાત્રા સંઘ દર વર્ષે મોરબીથી પ્રસ્થાન કરીને ભાદરવી પુનમના મેળામાં અંબાજી પહોંચે છે વર્ષે સતત ૨૧ માં વર્ષ પદયાત્રા સંઘ રવાના થયો છે મોરબી ખાતે મહાઆરતી કરીને માતાજીના રથ સાથે રથ પ્રસ્થાન થયો છે જે શહેરના મુખ્યમાર્ગો પર ફરીને અંબાજી તરફ પ્રયાણ કરશે પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા છે તો શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે ભોજન તેમજ મેડીકલ સહિતની સુવિધા પદયાત્રા સંઘ દ્વારા કરવામાં આવે છે શ્રી અંબિકા પદયાત્રા સંઘ અંબાજી પહોંચીને માતાજીને બાવન ગજની ધજા ચડાવશે સતત ૨૧ માં વર્ષે શ્રદ્ધાળુઓ જય અંબેના નાદ સાથે પદયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું અને અંબાજી ખાતે યોજાતા ભાદરવી પુનમના મેળાનો પણ લાભ લેશે પદયાત્રા પ્રસ્થાન વેળાએ ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ પધાર્યા હતા