મોરબી: ખાડે ગયેલા તંત્રના પાપે પોલીસની જીપ ખાડે ફસાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 02-9, મોરબીમાં આજે સવારે 5 વાગ્યે ગાજ વીજ સાથે થયેલા વરસાદ બાદ આજે મોરબીના મહેન્દ્રપરા નંબર 19, આસ્વાદ પાનની સામે આવેલ નાલાના ખાડામાં મોરબી જિલ્લા પોલીસની જીપ ફસાઈ હતી. બાદમાં ભારે મુશ્કેલી સાથે મહામહેનતે જીપને બહાર કાઢવામાં આવી હતીભારે વરસાદને પગલે જગ્યાનું નાલું ઘણું જોખમી થઈ ગયું છે અવાર નવાર વાહનો આ જોખમી નાલામાં ફસાઈ રહ્યા છે. વાહન ચાલકો માટે નાલું જોખમી બની ગયું હોવા છતાં તંત્ર છેલ્લા ઘણા દિવસોથી કોઈ નક્કર કામગીરી કરતા આજે તંત્રના પાપે પોલીસની જીપ ફસાઈ હતી.