મોરબી : “પ્રધાનમંત્રી કિશાન માન ધન યોજના” ના ફોર્મ ભરવા કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-8,  કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિશાન માન ધન યોજના એટલે કે ખેડૂત પેન્શન યોજના અમલમાં મૂકી છે જે ખેડૂતો હેક્ટર સુધીની જમીન ધરાવતા હોય અને ઉમર ૧૮ થી ૪૦ વર્ષ હોય તે ખેડૂતો યોજનાનો લાભ લઇ સકે છે અને યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે બે દિવસના કેમ્પનું આયોજન કરાયું છે. 

        મોરબી જીલ્લા ખેતીવાડી અધિકારી ડી બી ગજેરાના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કિશાન માન ધન યોજનામાં ઓનલાઈન અરજીઓ કરી યોજનાનો ખેડૂતો લાભ લઇ સકે તે માટે બે દિવસ જીલ્લાના તમામ તાલુકામાં કેમ્પ યોજાશે જ્યાં બે દિવસ ઓનલાઈન ફોર્મ ભરી સકાય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે, માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, ટંકારા તાલુકા પંચાયત, વાંકાનેર અને હળવદમાં બસ સ્ટેન્ડ ખાતે કેમ્પ યોજાશે જેનો ખેડૂતોએ લાભ લેવા જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.