મોરબીના ચર્ચાસ્પદ ફાયરિંગ કેસમાં વોન્ટેડ હિતુભા સહિતના આરોપીની ATSએ કરી ધરપકડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-8, મોરબી : મોરબીમાં માથાભારે મુસ્તાક મીરની હત્યાના આરોપી અને મુસ્તકના ભાઇ આરીફ મીર ઉપર ફાયરિંગ કેસમાં વોન્ટેડ શનાળાના હિતુભા ઝાલા સહિતના આરોપીઓ અમદાવાદ એટીએસના હાથે ઝડપાઇ ગયાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ હિતુભા સહિત બે થી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમુક હથિયારો પણ કબ્જે કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્તાક મીરની હત્યાના આરોપમાં ઝડપાયા બાદ હિતુભા પેરોલ પરથી ફરાર હતા. અને ત્યાર બાદ મુસ્તાક મીરના ભાઇ આરીફ મીર પર ફાયરિંગ થવાના કેસમાં પણ તેમનું નામ આવ્યું હતું. કેસમાં પોલીસે એક શૂટરની અગાવ ધરપકડ પણ કરી હતી. ત્યારે હાલમાં કેસમાં વોન્ટેડ શનાળાના હિતુભા ઝાલાની અમદાવાદ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.