મોરબી જિલ્લા વહીવટ તંત્ર અને “નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ” દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-8, મોરબી રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાની ઉજવણી મોરબી જિલ્લા તંત્ર અને નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં હોકીના જાદુગર મહાન રમતવીર મેજર ધ્યાનચંદની 114 મી જન્મ જયંતિ તેમજ રાષ્ટ્રીય ખેલ દિવસનું આયોજન મામલતદાર-મોરબી, જિલ્લા કલેક્ટર માકડીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ, નાયબ કલેક્ટર ખાચરભાઈ, મામલતદાર દિવ્યરાજસિંહ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, કોચ રવિભાઈ ચૌહાણ તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી. પાડલીયા બંને શાળાઓના આચાર્ય હાર્દિકભાઈ પાડલીયા અને અતુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી  હતી. વધપ્રધાન  નરેન્દ્ર મોદીનું ફિટ ઇન્ડિયા-સ્વસ્થ ઇન્ડિયાનું પ્રેરક વ્યાખ્યાન સાંભળી સ્વસ્થ ભારત  રહે તેવી સામુહિક પ્રતિજ્ઞા પણ તમામ વિદ્યાર્થીઓ, ગણમાન્ય અધિકારીઓએ લીધી હતી.  (અહેવાલ-જયદેવ બુધ્ધભટ્ટી)