રેઇનકોટ, છત્રી તૈયાર રાખજો, 28મી થી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 27-8, બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સુરતના ઉમરપાડામાં 52 મી.મી. લેખે બે ઈંચ વરસાદ નોંધાયો હતો, જયારે નવસારી અને જલાલપોરમાં અડધો ઈંચ લેખે 12 મી.મી. વરસાદ પડયો હતો.

રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થવાની આશા હવામાન વિભાગે સેવી છે. રાજ્યમાં આજથી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સિવાય 2 દિવસ સુધી મહિસાગર, ખેડા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  28મીએ બંગાળની ખાડીમાં આખા ગુજરાતમાં એક લો પ્રેશર સર્જાશે. અત્યાર સુધી રાજ્યમાં 90 ટકા વરસાદ નોંધાયો છે.

વામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને ત્યાંર બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ રહેવાની શકયતા છે. જયારે બંગાળના અખાતમાં આગામી તા. ૨૮મીએ એક નવું લો પ્રેશર સર્જાવાની શકયતા છે. હાલના તબક્કે સિસ્ટમ કંઈ દિશામાં ફંટાશે અને તે કેટલી તિવ્ર બનશે એની કોઈ આગાહી થઈ નથી. જયારે ગુજરાતની સાથે મધ્ય પ્રદેશના નર્મદા નદીના ઉપરવાસમાં આગામી તા. ૩૦મી સુધી સારા વરસાદની સંભાવના છે. જેને પગલે નર્મદા નદીમાં સપ્તાહના અંત સુધી પાણીની આવક ચાલુ રહેવાની શકયતા છે.