મોરબી: રાજકોટ જતી ડેમુ ટ્રેન અધવચ્ચે ખોટવાયી : મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 27-8, મોરબી :  મોરબી રાજકોટ ડેમુ ટ્રેન રાજકોટ જવા રવાના થઈ હતી અને ડેમુ સાંજે  વાગ્યાની આસપાસ મકનસર પહોંચતા  ટેક્નિકલ ક્ષતિના કારણે બંધ પડી ગઈ હતી. આથી મોરબીથી મહિલા અને બાળકો સાથે રાજકોટ જવા નીકળેલા અનેક મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા હતા.બાદમાં રેલવે તંત્ર દ્વારા નવું એન્જીન મંગાવી ટ્રેન સાથે જોઈન્ટ કરીને ટ્રેન ચાલુ કરવાની કોશિશ કરાઈ હતી.પણ ડેમુ ટ્રેન ન ઉપડી તે ના જ ઉપડી. અંતે કંટાળીને  અમુક મુસાફરોએ પોતાની રીતે ખાનગી વાહનની સગવડ કરીને રાજકોટ જવા નીકળી ગયા હતા. સળંગ ચારથી વધુ કલાક સુધી અટવાઈ જતા અનેક મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.