મોરબી બન્યું કૃષ્ણમય : ભવ્ય શોભાયાત્રા : ઠેર ઠેર મટકી ફોડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-8, આજે જન્માષ્ટમીના પર્વ નિમિતે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા અને ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમો સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, તો નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગુંજી ઉઠ્યો છે મોરબીમાં જન્માષ્ટમી પર્વ નિમિતે દર વર્ષની જેમ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે શોભાયાત્રા શહેરના સ્ટેશન રોડ પરના જડેશ્વર મંદિરથી પ્રસ્થાન થઇ શોભાયાત્રામાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, વિશ્વ હિંદુ સંગઠન સહિતના તમામ હિંદુ સંગઠનના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.  શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર આગળ વધશે જે દરમિયાન સુપર ટોકીઝ, પરા બજાર, રામ ચોક, વસંત પ્લોટ સહિતના સ્થળે મટકીફોડ કાર્યક્રમો યોજાશે શોભાયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થા દ્વારા છાશ, સરબત, ચાપાણી જેવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે

શોભાયાત્રા દરમિયાન વિવિધ સંગઠનના યુવાનો લાકડી અને તલવાર દાવ દ્વારા શક્તિ પ્રદર્શન કરશે અને ભવ્ય શોભાયાત્રા નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક ખાતે ફરીને પૂર્ણ કરવામાં આવશે તો આજે જન્માષ્ટમી પર્વ નિમિતે મોરબી ગોકુળિયું ગામ બની રહેશે શહેરમાં ધજા પતાકાઓથી શણગાર કરાયો છે અને કૃષ્ણ જન્મોત્સવના વધામણા માટે મોરબીવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે