મોરબી: લોક મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું : રાઇડોને મંજૂરી મળતા ખુશીની લહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 22-8, મોરબી : મોરબીમાં જન્માષ્ટમીનો માહોલ જામતો જાય છે. લોકોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે જાહેર લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીતળા સાતમના દિવસે જાહેર લોકમેળાને યંગ ઇન્ડિયા ગ્રુપની કાંતિકારી પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જયારે વખતે રાઈડ ચલાવવા માટે સરકારની નવી ગાઈડ લાઈન મુજબ મંજૂરીની પ્રક્રિયા જટિલ હોવાથી મેળાના આયોજકો દ્વારા મંજૂરી મળ્યા બાદ રાઇડો શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેવામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરી તમામ આધારો અને પ્રમાણપત્રો રજુ કરતા આજે તંત્ર દ્વારા મેળામાં તમામ રાઈડો, ફજતો ચલાવાની મંજૂરી આપતા મેળોના શોખીનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. અને લોકોએ મનભરીને ફજત ફાલકાની મોજ માણી રહ્યા છે.