વોટ્સએપમાં આવ્યું ફિંગરપ્રિન્ટ લોક : જાણો આ ફીચર વિષે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 22-8, ફીચરના આવવાથી યૂઝર્સ પોતાના સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરીને પોતાના વોટ્સએપને ખોલવા માટે પણ કરી શકો છો. સરળ ભાષામાં સમજીએ તો હવે તમે વોટ્સએપ ખોલવા માટે ફિંગરપ્રિન્ટ લોક લગાવી શકો છો. જો કે વોટ્સએપ પર કોલ દરમિયાન તમે લોક ખોલ્યા વગર પણ રિસીવ કરી શકશો. વોટ્સએપની અપડેટ રાખનારી વેબસાઈટ મુજબ ફીચરને એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે એક્ટિવ કરવામાં આવ્યું છે. કંપની ફીચરને સ્ટેબલ વર્ઝનમાં લાવવા પહેલા તેને બગ્સ અને પરફોર્મને ટેસ્ટ કરવા માંગે છે. તેના માટે ફીચરને બીટા ટેસ્ટર્સને ઉપલબ્ધ કરાવ્યું છે. 

ફીંગરપ્રિન્ટ લોકનું સ્ટેબલ વર્ઝન ક્યારે જાહેર કરવામાં આવશે તેની કોઈ જાણકારી મળી નથી અને જો તમે પણ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો પહેલા તમારે બીટા યૂઝર બનવુ પડશે. કેવી રીતે તમે ફીચરનો ઉપયોગ કરી શકશો આવો જાણીએ… 

જો તમે બીટા યૂઝર નથી તો તમને સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનના પ્લેસ્ટોરમાં જવાનું રહેશે. ત્યારબાદ સર્ચ મેન્યૂમાં વોટ્સએપ સર્ચ કરો. જેવુ તમે નીચે સ્ક્રોલ કરશો તમને ‘Become a beta Tester’ જોવા મળશે. ત્યાર બાદ તમારે ‘I’am in’ ઓપ્શન જોવા મળશે. તેની પર ટૈપ કરી અને ‘Join’ પર ક્લિક કરો. ત્યાર બાદ બીટા યૂઝર બનવા માટે કન્ફર્મેશન આપો.

બીટા યૂઝર બન્યા બાદ પોતાનું વોટ્સએપ ખોલો. તમને વોટ્સએપની રાઈટ સાઈડમાં 3 ડોટ્સ જોવા મળશે, તેની પર ટૈપ કરો. તે બાદ ડ્રોપ ડાઉન મેન્યૂમાં આપેલી સેટિંગ્સ પર જાઓ.

ત્રીજા સ્ટેપમાં તમારે એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. જો કે તમારે પ્રોફાઈલ પિક્ચરની બરાબર નીચે જોવા મળશે. 

એકાઉન્ટ બાદ તમારે પ્રાઈવસી પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે લિસ્ટ સ્ક્રોલ કરશો તો તમને બ્લોક્ડ કોન્ટેક્ટ્સની નીચે ફિંગરપ્રિન્ટ લોકનું આપ્શન મળશે. 

હવે તમારે ફીચરને ટૈપ કરવાનું રહેશે. ત્યારબાદ ‘Unlock with fingerprint sensor’નું ઓપ્શન જોવા મળશે જેને તમારે ઓન કરવાનું રહશે. ઓન કર્યા બાદ તમને કન્ફર્મેશન માંગશે. હવે અંતમાં તમારે લોકનો સમય સેટ કરવાનો રહેશે.  ( ટેક્નોલોજીની દરેક અપડેટથી રહો માહિતગાર ” ફેસબુક પેજ લાઈક કરી લેશો)  http://www.facebook.com/divyakrantinews