ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જીવલેણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાની સમજ આપવા આરોગ્ય સ્ટાફ દ્વારા સઘન પ્રયાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 22-8, ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “મેલેરિયા મુક્ત 2022” અંતર્ગત હાલમાં થયેલ વરસાદને લીધે વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવા રોગોનો ફેલાવો અટકાવવા ગપ્પી ફિશ નિદર્શન તથા પોરા નાશક નિદર્શનની કામગીરી પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા કરવામાં આવેલ તેમજ ગામના લોકોને જ્યાં પાણી ભરાય તે જગ્યા તુરંત ખાલી કરવા તેમજ ઓઇલ કેરોસીન ખાડામાં નાખવાથી મચ્છરના લાર્વાનો નાશ થાય છે અને મલેરિયા જેવા રોગોને અટકાવી શકાય છે જે વિષે વિસ્તૃત સમાજ અપાઈ હતી. 

 ડૉ સંજય જીવાણી, ડૉ પાંચોટિયા અને મલ્ટી પર્પઝ હેલ્થ સુપર્વાઇઝર દીપકભાઈ વ્યાસ અને PHC ભરતનગરના આરોગ્ય કાર્યકરો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમને રાજકોટ જિલ્લા વખતે પણ શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પણ મળેલ છે.

  (વધુ સમાચારોથી અપડેટ રહેવા અહીં ક્લિક કરી ફેસબુક પેજ લાઈક કરો)