મોરબી: ઉમા ટાઉનશીપમાં આવેલ યુનિક સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-8, કૃષ્ણ જન્મ જ્યારે આખું જગત આખું વિશ્વ આખુ બ્રહ્માંડ પ્રભુના અવતરણની તૈયારીમાં પોતાનો વિનિયોગ કરતા હોય ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ.
યુગપુરુષ ની જન્મ અષ્ટમી યુનિક સ્કૂલ માં અનોખી રીતે ઉજવાય છે, બાળકોને પ્રભુ ના પ્રાગટ્ય, જન્મ ના પલના, નંદ ઉત્સવ, મટકી ફોડ જેવી પારંપરિક ઝાંખીઓ દ્વારા પોતાના ધર્મનો પરિચય આપવામાં આવ્યો.
કૃષ્ણ જન્મ એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો અને બાળકોમાં પોતાના ધર્મ ,દેશ અને સંપ્રદાય વિશે માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો.