ટ્વિટરે પણ આપ્યો પાકિસ્તાનને ચમચામતો ઝટકો : ધડાધડ 200 પાકિસ્તાની ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-8, પાકિસ્તાનથી સતત કરવામાં આવી રહેલા ભારતીય વિરોધી ટ્વીટ્સ વિરુદ્ધ ભારતીય પ્રશાસન દ્વારા ફરિયાદ કર્યા બાદ કથિત રીતે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે પાકિસ્તાનની 200 ટ્વિટર એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રો મુજબ પાકિસ્તાન સરકારે ટ્વિટરને જણાવ્યું કે જે 200 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે કાશ્મીર મુદ્દા પર ટ્વીટ કરી રહ્યાં હતા.

પાછલા મહિનામાં પાકિસ્તાનમાં ઘણા યૂઝર્સે ટ્વિટર પર રિપોર્ટ કર્યા કે કાશ્મીરના સમર્થનમાં ટ્વીટ કર્યા બાદ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઈ રહ્યાં છે. આ દાવા કાશ્મીરના સમર્થનમાં ટ્વીટ કરનારા પત્રકાર, કાર્યકર્તા, સરકારી અધિકારી અને સેનાનાં પ્રશાંસક કરી રહ્યાં છે. ત્યાર બાદ પાકિસ્તાનના ટ્વિટર પર સ્ટોપ સસ્પ્રેંડિંગ પાકિસ્તાનીઝટ્રેન્ડ ચાલવા લાગ્યો.

રવિવારે ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશંસના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતુ કે સરકારે ટ્વિટર અને ફેસબુક સમક્ષ કાશ્મીર મુદ્દા પર પોસ્ટ કરનારાઓના એકાઉન્ટને સસ્પેન્ડ થવા પર વાંધો ઉઠાવ્યો છે.