મોરબી: ૐ ગ્રુપ અને રોટરી ક્લબ દ્વારા વિધવા બહેનોને અનાજની કીટ, ફરસાણ સહિતની સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-8, મોરબીમા સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા ૐ ગ્રુપ તથા મોરબી રોટરી કલબ દ્વારા ગત રવિવારે સાતમ આઠમના તહેવાર નિમિતે મોરબીના વિધવા બહેનોને જીવન જરૂરીયાત વસ્તુમા ૧૫૦ અનાજની કીટ સાથે મિઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કર્યું હતું. આ પ્રોજેક્ટના ચેરમેન ભરતભાઈ કાનાબર હતાં. તેમજ મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ, સેક્રેટરી તેમજ રોટેરીયન મિત્રો અને ૐ ગ્રુપના મિત્રો હાજર રહ્યા હતા.