મોરબી:ગ્રીન વેલી સ્કૂલમાં ઉજવાયો ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-8, ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી
મોરબીની નામાંકિત અને શિક્ષણનું ધામ એવી ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની આસ્થા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. કૃષ્ણ જન્મને વધાવવા સૌ વિદ્યાર્થીઓ ઉત્સુક હતા એવામાં વાસુદેવ ભગવાન કૃષ્ણ ને ટોપલામાં ઉંચકીને નીકળ્યા અને નંદ ઘેર આનંદ ભયો…… ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. સાથે સુંદર કૃષ્ણ રાસ અને ભવ્ય નાટક વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું. કૃષ્ણ જન્મને વધાવવા શાળા પરિવાર અને સંચાલકો પણ આતુર હતા. સંસ્થાના ચેરમેન વિનોદભાઈ ખાંડીવાર, ધર્મેન્દ્રભાઈ, જાની સાહેબ, અને અન્ય ટ્રસ્ટીઓ પણ ભગવાનની આરતી ઉતારી ભાવવિભોર બન્યા હતા. અંતે વિધાર્થીઓ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયેલ જેમાં ખેલૈયાઓ મન મુકીને નાચ્યાં હતા. કાર્યક્રમના સફળ સંચાલન બદલ સંચાલક મંડળે સૌને શુભેચ્છા પાઠવી હતી.