મોરબી : રાજકોટ હાઇવે પર તોતિંગ વૃક્ષ ધરાશાયી : કોઈ જાનહાની નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-8, મોરબીરાજકોટ હાઇવે પર અંજતા કંપનીની નજીક રોડ પરનું એક તોતિંગ વૃક્ષ આજે સવારે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જોકે ભારે ટ્રાફિક ધરાવતા મોરબી રાજકોટ હાઇવે પર ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પણ વૃક્ષ રોડ પર ઉપર પડવાને કારણે એકબાજુનો રોડ બંધ થઇ જવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો અને રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા.  

……. Advertisement……..