મોરબી: સ્વછતા અભિયાનની ટીમ દ્વારા જાત મહેનતે 50 થી વધુ રોડના જોખમી ખાડાઓ બૂર્યા

મોરબી સ્વછતા અભિયાન ટીમની પ્રસંશનિય કામગીરી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-8, મોરબીમાં ગત દિવસોમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પાર ખાડાઓ પડી ગયા હતા. મોરબીમાં દર રવિવારે સવારે સ્વચ્છતા અભિયાન ચલાવતી મોરબી સ્વછતા અભિયાનની ટીમના ધ્યાન આવતા  વાહન ચાલકોની હાલાકી દૂર કરવા તંત્રના ભરોસે રહેવાને બદલે જાત મહેનતથી “ખાડા બૂરો અભિયાન” હાથ ધર્યું  છે. અવની ચોકડી, વર્ધમાન ચોકડી, ઉમિયા સર્કલ પાસે, જીઆઇડીસીના નાકે અને નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારોમાં આવેલા રોડ ઉપરના 50 ખાડા જાતે બુર્યા હતા. કુલ 3 ટ્રેકટર ભરીને કપચી, મોરમ સહિતનો માલસામાન ખાડા બુરવાના કામમાં ઉપયોગમાં લેવામા આવ્યો હતો. કામગીરીમાં સ્વચ્છતા અભિયાન સમિતિના 70થી વધુ લોકો જોડાયા હતા મોરબી સ્વછતા અભિયાન ટીમની ચોતરફ પ્રશંસા થઇ રહી છે.