મોરબી સતેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગ 1 લાખ 62 હાજર રુદ્રાક્ષથી શુશોભિત કરાયું : લોકો દર્શને ઉમટ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-8, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ શ્રી સતેશ્વર મહાદેવ મંદિરે ૧૫૦૦ રુદ્રાક્ષની માળાના લાખ ૬૨ હજાર રુદ્રાક્ષના પારામાંથી અલૌકિક બનાવેલ અને શ્રી રૂદ્રેશ્વર મહાદેવનું શિવલિંગ સુશોભિત કરવામાં આવ્યું છે રુદ્રાક્ષની માળા તથા પારાઓની દરરોજ પૂજાવિધિ, જાપથી સિદ્ધ કરી અભિમંત્રિત કરવામાં આવે છે અને દર્શન માટે ભક્તોની ભીડ લાગે છે રુદ્રાક્ષની માળા ભક્તજનોએ પ્રસાદીરૂપે મેળવવા પુજારી પાસે નામ નોંધાવવા શ્રી સતેશ્વર મહાદેવ સેવા સમિતિની યાદીમાં જણાવ્યું છે