મોરબી: નગર પાલિકા દ્વારા યોજાતા મેળાનું આયોજન સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવા માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-8, મોરબીમાં સાતમ આઠમના તહેવારો નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોક મેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે તેવી માંગ કરાઈ છે

   મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા અને સુરેશભાઈ સીરોહિયાએ નગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દર વર્ષે સાતમ આઠમ લોક મેળો અલગ અલગ જગ્યાએ યોજાય છે અને મેળાના મેદાન માટે ખર્ચ કરવો પડે છે મેદાન લેવલીંગ માટે ખર્ચ થાય છે ત્યારે કોઈપણ ખર્ચ વિના સગવડ મળે માટે સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના વિશાળ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવાની માંગ કરી છે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી વરસાદમાં કીચડની સમસ્યા નહિ થાય તેમજ ટ્રાફિકનો પ્રશ્ન પણ નહિ રહે જેથી પ્રજાની માંગ છે કે લોકમેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે જે અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે