નવું નઝરાણું : હવે ગુજરાતીઓ પણ માણી શકશે રિવર રાફ્ટિંગની મજા : જાણો વિગત

મુસાફરોને ધ્યાનમાં રાખીને અનેક સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઈફાઈ અને નર્મદામાં ખીલવાની ગામે રીવર રાફ્ટિંગ સુવિધાનો CMએ પ્રારંભ કરાવ્યો હતો.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-8, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની પહોંચ્યા હતાં. મુસાફરોને ધ્યાનમાં રાખીને અનેક સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઈફાઈ અને નર્મદામાં ખીલવાની ગામે રીવર રાફ્ટિંગ સુવિધાનો CMએ પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડિયા ખાતેસ્ટેચ્યુ ઓફ યુનિટીપરિસરમાં ફ્રીમાં વાયફાય સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ ખલવાની ગામે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ સાહસ સભર રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. સુવિદ્યાની શરૂઆત થતાં નર્મદા કેવડિયા કોલોની ખાતે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ લોકપ્રિય છે અને વિશ્વાના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે. ત્યારે ખલવાની ઈકો ટુરિઝમ સેન્ટરની સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે.

સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો છે. સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠ શીખશે.