મોરબી: સાર્થક વિદ્યાલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવાયો 73 મો સ્વાતંત્રદિન પર્વ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-8, મોરબી સાર્થક વિદ્યાલયમાં 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગરબા, નાટક, વક્તૃત્વ, પ્રશ્નોત્તરી,  ગીત, એકપાત્રીય અભિનય, સુભાષિત, સમૂહ ગાન, વાર્તા, દિનચર્યા વગેરે કૃતિઓ બાળકો દ્વારા રજુ કરવામાં આવી અને 73 માં સ્વાતંત્રદિન પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. (અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી)