મોરબી: 73 માં સ્વાતંત્રદિનની ઉજવણીએ “વિવિધતામાં એકતા” ઉક્તિને સાર્થક કરતા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ

   (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-8, મોરબી સ્થિત દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ સ્વતંત્રતા દિવસ સમારોહની ઉજવણી કરી હતી. શાળા ના બાળકો વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કાર્ય હતા. પ્રસંગે નર્સરી અને પ્રેપ ના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય વીરોનાં ડ્રેસ પહેરીને વેશભૂષા રજુ કરી હતી.

   આ પ્રસંગે શાળાના શિક્ષકોએ પણ એક દેશભક્તિ ગીત રજુ કરીને ઉજવણીની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. પ્રસંગે વિદ્યાર્થીઓએ એક કૃતિ ને દેશના ૧૨ અલગ અલગ રાજ્યોની ભાષામાં રજુ કરી હતી. કૃતિ આકર્ષણ નું કેન્દ્રબિંદુ રહ્યું હતું.શાળા ના આચાર્ય શ્રી મિલિન્દ કાલુસ્કરે તમામ વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકો ની મહેનત ને બિરદાવી હતી.

……………… ADVERTISEMENT …………………