વસ્તી વિસ્ફોટ ભાવિ પેઢી માટે ખતરો : પરિવાર નાનો રાખવો એ પણ દેશભક્તિ : મોદી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15-8, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 73માં આઝાદી દીને રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશની વસતી સમસ્યા વિષે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દેશવાસીઓને નાનો પરિવાર રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે લોકો નાનો પરિવાર રાખે છે તે સન્માનના અધિકારી છે. વડાપ્રધાને વસતી વિસ્ફોટ રોકવા સામાજીક સ્તરે જાગૃતિ કાર્યક્રમોની જરૂર દર્શાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે વસ્તી નિયંત્રણ માટે લોકો સહયોગ આપે. વા;આપણે ત્યાં બેલગામ વસતી વધારો થઈ રહ્યો છે. વિસ્ફોટ આગામી પેઢીઓ માટે અનેક સંકટ ઉભા કરે છે. વાત સ્વીકારવી પડશે કે દેશમાં એક જાગૃત વર્ગ છે જે વાત સમજે છે. તે પોતાના ઘરમાં આવકને જન્મ આપતા પહેલા સમજે છે કે હું તેની સાથે ન્યાય કરી શકીશ કે નહીં. વડાપ્રધાને જણાવ્યું હતું કે આવકના જન્મ પહેલા તેની જરૂરિયાત બાબતે જરૂર વિચારો શિક્ષિત વર્ગ આવું કરે છે. તે સ્વપ્રેરણાથી પરિવાર મર્યાદીત રાખે છે. આથી તમારું, નહીં, દેશનું પણ ભલું થાય છે. પર એક જાતની દેશભક્તિ છે.

વડાપ્રધાને વસતી વધારાને શિક્ષણ અને રોજગાર સાથે જોડાયો હતો. લોકો શિક્ષિત અને સ્વસ્થ રહે તે જરૂરી છે.