મોરબી: વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા મશાલ રેલી-ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15-8, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે મશાલ રેલી અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નહેરુ ગેઇટ ચોકથી દરબાર ગઢ સુધી મશાલ રેલી યોજાઈ હતી અને બાદમાં દરબાર ગઢ ખાતેના રામ મહલ મંદિર ખાતે ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી જેમાં ૨૫૧ કાર્યકરોએ ત્રિશુલ દીક્ષા લીધી હતી પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા

તે ઉપરાંત બજરંગ દળના હોદેદારોની પણ નિમણુક કરવામાં આવી હતી જેમાં શહેર પ્રમુખ તરીકે ભાવિકભાઈ પ્રદીપભાઈ પરમાર, શહેર ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ અજીતભાઈ ચાવડા, શહેર ઉપપ્રમુખ તરીકે ભાવિકભાઈ હરીશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી કમલભાઈ દવે અને જિલ્લા મંત્રી હસુભાઈ ગઢવી દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી અને નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવી છે