ABVP મોરબી દ્વારા સ્વતંત્રતા પર્વ ની નગર દરવાજા ચોકે શાનદાર ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15-8, 15 મી ઑગસ્ટે ABVP મોરબી દ્વારા મોરબી ની આન બાન અને શાન સમા નગર દરવાજા ચોક ને રાષ્ટ્રીય ગૌરવ આપીને અ.ભા. વિ. પ. મોરબી દ્વારા નગર દરવાજે ત્રિરંગો લહેરાવ્યો હતો. અને રાષ્ટ્રગાન ગાય ત્રિરંગા ને સલામી આપી હતી.

જેમાં ABVP ના પૂર્વ કાર્યકર્તા શક્તિસિંહ જાડેજા, સુખદેવભાઈ દેલવાણીયા, ધ્યાનેશભાઈ રાવલ,સુખદેવસિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા આ ઉપરાંત હાલ મોરબી નગર મંત્રી મંદિપસિંહ ઝાલા, સહ મંત્રી સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા,મયુર સોલંકી દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા સહીત ના કાર્યકર્તાઓ ઉપરાન્ત અન્ય લોકો ઉપસ્થિત રહી રાષ્ટધ્વજ ને સલામી અપાય હતી.