મોરબી: માધાપર વિસ્તારમાં ગંદા પાણીનો ભરાવો થતા રહેવાસીઓ પરેશાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-8, મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયેલા છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક રહેવાસી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માટે આજરોજ સ્થાનિક આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આગામી દિવસોમાં જો આ પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

……………………. Advertisements ……………….