મોરબી:યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 2900 ફૂટ તિરંગા સાથે ભવ્ય ફ્લેગમાર્ચ નીકળશે : લોકોને જોડાવા અપીલ

લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવાનો  ઉમદા પ્રયાસ 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 13-8, મોરબી શહેરમાં દરેક પ્રસંગોની નવીનતાથી ઉજવણી કરીને મોરબી શહેરના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રૂપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે શહેરમાં સ્વતંત્ર પર્વના આગલા દિવસે રાષ્ટ્ર ભાવનાનો અનેરો માહોલ સર્જવા નીલકંઠ વિદ્યાલય અને પી.જી.પટેલ કોલેજના સહાયોગથી 14 ઓગસ્ટને બુધવારે સવારે 9 વાગ્યે એક વિશેષ સ્વતંત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્ર યાત્રા 14 ઓગસ્ટ બુધવારે સવારે 9.00 વાગ્યે, નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ પરથી પ્રસ્થાન થશે. અને રવાપર રોડ પરથી હોસ્પિટલ ચોકથી શનાળા રોડ થઈ રામકચોકથી નવા બસસ્ટેન્ડ થઈને જી.આઈ.ડી.સી. સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી પાસે સમાપન થશે 2900 ફૂટ લાંબા ત્રિરંગાને પકડવા માટે અંદાજીત 700થી વધુ લોકોની જરૂરિયાત છે. મોરબીમાં બીજી વખત રેકર્ડ બ્રેક 2900 ફૂટના લાંબા ત્રિરંગા સાથે નીકળતી સ્વતંત્ર યાત્રામાં મોરબીના તમામ સામાજિક સેવા સંગઠનના સભ્યો તથા ખાનગી અને સરકારી શાળા અને કોલેજના સંચાલકો અને છાત્રોને તેમજ મોરબીના નગરજનોને જોડાવાની અપીલ યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી કરવામાં આવી છે.

……………………. Advertisements ……………….