સમગ્ર ગુજરાતમાં ગત વર્ષ કરતા 48% વધુ વરસાદ : મોરબીમાં સીઝનનનો 100.47% ટકા વરસાદ

     (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 13-8, ઓગસ્ટ મહિનાની શરૂઆતથી સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં વખતે અધધ 48 ટકા જેટલો વધુ વરસાદ પડતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત 12 ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં 462 મીમી વરસાદ પડ્યો હતો. જેની સામે વર્ષે 685 મીમી વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના વરસાદનો સિલસિલો જોતાં રાજ્યમાં સરેરાશ 816 મીમી જેટલો વરસાદ પડે છે. જેથી આજ દિન સુધીમાં સરેરાશ 84 ટકા જેટલો વરસાદ પડતાં રાજ્યના 8 જેટલાં ડેમ હાઈ એલર્ટ જાહેર કરાયા છે. જયારે મોરબી સહિતના અન્ય શહેરોમાં સિઝનનો 100% થી વધુ વરસાદ પડી ગયો છે. 

જિલ્લાઓમાં 100 ટકા વરસાદ

મોરબી– 100.47%,  ભરૂચ– 127.03 %, નર્મદા– 106.06%, સુરત– 104.23%, બોટાદ– 107.23%, છોટા ઉદેપુર– 111.70%, કચ્છ– 99.39%