મોરબી: જડેશ્વર મહાદેવના પ્રાગટ્યદિન નિમિતે યોજાતા લોકમેળાનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) શ્રાવણ માસના બીજા સોમવારે  સ્વયંભૂ જડેશ્વર મહાદેવના પ્રાગટય દિન નિમિતે યોજાતા પરંપરાગત સાંસ્કૃતિક લોક મેળાનો ઉદ્દઘાટન કાર્યક્રમ રવિવારે સવારે યોજાયો હતો.સૌ.યુ.ના કુલનાયક, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા સાહેબ,તેમજ જડેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી દીપ પ્રાગટય કરી સૌરાષ્ટ્રના પ્રથમ લોક મેળાને ખુલ્લો મૂક્યો હતો.

સૌ.યુની.ના કુલનાયક ડો.વિજયભાઈ દેસાઈ,,જડેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી રતિલાલજી,વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાજી ના હસ્તે દીપપ્રાગટય કરી સાંસ્કૃતિક લોક મેળાને ખુલ્લો મુકાયો હતો.ઉદ્ઘાટન દરમિયાન સમગ્ર આયોજન પાછળ અથાગ જહેમત ઉઠાવતા કિશોરસિંહ ઝાલા(કોઠારીયા) નું જડેશ્વર જગ્યાના મહંત દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં જડેશ્વર મહાદેવના સાંનિધ્યમાં દર્શન કરવા તેમજ મેળામાં આવતા લોકોને પરેશાની કે કોઈ તકલીફ પડે તે માટે વાંકાનેર તાલુકા  ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.