મોરબી: સામાકાંઠે શકતીચોકના નાકા પાસે વધુ એક દીવાલ ધસી : કાર હડફેટે : સદ્દનસીબે કોઈ જાનહાની નહિ

( દિવ્યક્રાંતિ ન્યુઝ), તા. 11-8, મોરબીના સામાકાંઠે બેઠા પુલ પરથી શહેર તરફ જવાના માર્ગ પર શક્તિ ચોકના નાકા પાસે આવેલી જર્જરિત દિવાલનો આજે અમુક હિસ્સો ધસી પડ્યો હતો.. જેના હડફેટે રસ્તા પર પસાર થતી એક કાર ઝપટે ચડી ગઈ હતી.સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.પણ કારને ભારે નુકસાની થઈ હતી. તંત્રની બેદરકારીના કારણે બનેલી ઘટનામાં આજે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.બાદમાં પોલીસ અને પાલિકાની ટીમે ત્યાંનો રસ્તો બંધ કરીને દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

……………………. Advertisements ……………….