મોરબીમાં બારે મેઘ ખાંગા થયા : 24 કલાકમાં 10 ઇંચ

મચ્છુ 1 અને 2 માં પાણીની જબરી આવક બંને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં 

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 010-8 મોરબીના મચ્છુ 2 ડેમમાં તોતીંગ પાણીની આવકના પગલે બંને મહાકાય ડેમો પણ સાંજ સુધીમાં ઓવર ફ્લો થવાની શક્યતાએ ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા છેકોઈ પણ સમયે ડેમ  ઓવરફ્લો થઇ શકવાની સંભાવનાના પગલે  નીચાણ વાળા ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને તાત્કાલિક ખાલી કરવાની કામગીરી થઇ રહી છે. 

મચ્છુ 1 ડેમની સપાટી હાલ 46.5 ફૂટે પોહચી છે. ડેમની કુલ સપાટી 49 ફૂટ છે. જયારે મોરબીના મચ્છુ 2 ડેમની સપાટી ઝડપથી વધી રહી છે ડેમમાં માતબત 64 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 25 ફૂટ ઉપર પોહચી છે. મચ્છુ 2 ની કુલ સપાટી 33 ફૂટ છે. ડેમ પણ સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે.

મોરબી શહેરની વાત કરીએ તો અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. મોરબીની મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. તંત્ર ભારે વરસાદ સામે પાંગળું સાબિત થઇ રહ્યું છે. 

……………………. Advertisements ……………….