મોરબી: મચ્છુનગર પાસે દીવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝતા. 010-8 મોરબીમાં મચ્છુનગર પાસે દીવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત થયા છે. મોરબીનાં મચ્છુનગર પાસે દીવાલ ધરાશાયી થઇ છે, જેમાં 8 લોકોનાં મોત થયા છે તો કેટલાક ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક લોકો દીવાલ નીચે દટાયા હોવાના સમાચાર છે

મૃતકોના નામ તેજલ સોનુભાઈ ખરાડી .13, અક્લેનભાઈ શેનૂભાઈ ખરાડી .14, લલીતાબેન શેનૂભાઈ ખરાડી .16, કસમાબેન શેનૂભાઈ ખરાડી .30, વિદેશભાઈ ડામોર .20, આશાબેન પુંજાભાઈ આંબાલિયા .15, કલિતાબેન વિદેશભાઈ ડામોર .19, કાળીબેન અબ્બુભાઈ .18

ઉલ્લેખનીય છે કે મોરબીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથક બેટમાં ફેરવાયું છે અને પોલીસ મથકમાં 4 ફૂટ પાણી ભરાયા છે. ઉપરાંત ટંકારા કોઝવે પર અને ઘુનડા ગામમાં ડેમનાં પાણી ઘુસ્યા છે. નદીનાં ધસમસતા પ્રવાહમાં કોઝવે ગરકાવ થયો છે

ઉપરાંત મોરબીનો મચ્છુ ડેમ પણ ઑવરફ્લો થયો છે. વાંકાનેર પાસેનો મચ્છુ-1 ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઑવરફ્લો થયો છે.

……………………. Advertisements ……………….